શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ધામધુમ પુર્વક ઉજવણી, માધવની સામ્રાજય ભુમી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓગ્સ્ટ 2021  |   14157

અમદાવાદ-

આજે 30 ઓગસ્ટ 2020ના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશ ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે તમામ ઘરોમાં પણ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ પર્વ નિમિત્તે રાજ્યભરનાં કૃષ્ણ મંદિરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ડાકોર મંદિર અને દ્વારકા મંદિરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્ણનાં દર્શન કરાવાશે. કોરોનાના કારણે ગયા વર્ષે દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા બંધ રહી હતી. જેથી આ વર્ષે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ઉજવવામાં આવી રહ્યો છે.

યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવના ભાગ રૂપે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. દ્વારકાધીશ જગત મંદિરેકુષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનો હોય સંખ્યા બંધ ભક્તો દૂર દૂરથી કુષ્ણજન્મોત્સવ ઉજવવા દ્વારકા આવતા હોય છે. શ્રધ્ધાળુઓની વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લા કલેકટર અને જીલ્લા એસ.પી દ્વારા દ્વારકા દેવસ્થાન સમિતીમાં વિવિધ અધિકારીઓ તેમજ પૂજારીઓ સાથે એક મિટીંગ યોજી હતી. ભક્તોને અગવડતા ન પડે અને સોશિયલ ડિસ્ટન્ટસ જળવાય રહે તે માટે અંબાણી માર્ગ પાસે કિર્તી સ્થંભ પાસે બેરીગેટ ઉભા કર્યા છે. ત્યાથી એન્ટ્રી થશે અને મોક્ષ દ્વાર છપ્પન સિડી ચડી ભક્તો મંદિરમાં પ્રવેશ કરશે અને સ્વર્ગ દ્વારે મંદિર પરિસરમાંથી બહાર નીકળશે. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન સાતમ, આઠમ, નોંમ દરમિયાન લાખો ભાવિકો કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી કાયદો અને વ્યવ્સ્થા જળવાય રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યા છે. માખણચોર, લડ્ડુગોપાલ, કનૈયો, ચિત્તચોર, બાલગોપાલ એવા અનેક નામથી ભકતો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની આરાધના કરતા હોય છે. જન્માષ્ટમીનો પર્વ હોય અને ભગવાન કૃષ્ણના પસંદગીના વ્યંજનોની વાત ન કરીએ તેવું કેવી રીતે બંને?..ભગવાન કૃષ્ણની પૂજા સાથે તેમને ભોગ ધરાવવાનું વિશેષ માહત્મય છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution