વડોદરા, તા.૧૭

  લેપ્રેસી મેદાન ખાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનાં સ્વાગતની તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

 જનસભા સ્થળે વડાપ્રઘાનનાં આગમનની સાથે ૫૦૦ થી વઘુ વિર્ઘાથીનીઓ, પ્રોફેશનલ ગરબા ગ્રુપની યુવતીઓ પંરાપરાગત ચણીયા ચોળી પેહરી હાથમાં રાષ્ટ્રઘ્વજ પકડી પ્રઘાનમંત્રી આવશે ત્યારે બે હરોળમાં ચાલી સ્વાગત કરશે. પેહલા વડાપ્રઘાનનું સ્વાગત વડોદરાનો વિશ્વ વિખ્યાત ગરબા થી કરવામાં આવવાનંં હતુ. ગરબા નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. પ્રઘાનમંત્રીનાં આગમન પેહલા સાસ્કૂતિક કાર્યક્રમમાં પ્રસિઘ્ઘ ગરબા ગાયક અતુલ પુરોહિત સહિત કલાકારો ગરબાઓ રજુ કરશે.