સુરત: જિલ્લાની 4 નગરપાલિકાઓની 116 બેઠકો પર 1,01,916 મતદારો કરશે મતદાન

સુરત-

તાલુકા/જિલ્લા પંચાયત/નગરપાલિકાની માટે તા.28 ફેબ્રુ.ના રોજ સવારના 7 થી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે. તરસાડી, બારડોલી કડોદરા અને તેમજ બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક, કડોદરા નગરપાલિકાની 7 વોર્ડની 28, માંડવી નગરપાલિકાની 6 વોર્ડની 24 અને તરસાડી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો એમ કુલ 116 બેઠકોની ચૂંટણીમાં કુલ 1,01,916 મતદારો મતદાન કરશે. કુલ 105 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ સરેરાશ 971 મતદારો નોંધાયા છે.

ચાર નગરપાલિકાની ચૂંટણી કામગીરી માટે કુલ 105 મતદાન મથકોમાં 105 પ્રિસાઈડિંગ ઓફિસરો, 13 રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, 105 આસિ.પ્રિસાઈડિંગ અને 13 રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, 220 પોલિંગ ઓફિસરો, 77 રિઝર્વ પોલિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ ફરજ બજાવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution