વડોદરા ઃ ગુજરાત વિધાનસભાની ચુટણીમાં આજ રોજ જયારે મતદાન થઇ રહ્યુ હતુ ત્યારે વાઘોડીયા વિધાનસભામા આવતા અંકોડિયા ગામમા આજે માતાને અગ્નિદાહ આપીને સીધા જ મતદાન કરવા માટે પુત્ર પહોંચ્યા હતા.

શહેરના છેવાડે આવેલા અંકોડિયા રહેતા અલ્પેશભાઇના માતા સારસા ગામે રહે છે. તેમની ગત મોડી રાત્રે અલ્પેશભાઇને જાણ થઇ હતી કે માતાની તબિયત સારી નથી જેથી તેઓ પણ સારસા ગામે પહોચ્યા હતા. જયા મોડી રાત્રે તેમની માતાનુ દુઃખદ અવસાન થયુ હતુ. જયારે આજે સવારે આઠ વાગ્યે સારસા ગામે માતાને સ્મશાનમાં અગ્નિદાહ આપીને અલ્પેશભાઇ પોતાની પરિવાર સાથે અંકોડિયા ખાતે પોતાના ઘરે પરત આવ્યા હતા. અને પોતાની ફરજ હોય તે રીતે મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. અલ્પેશભાઇ કહે છે કે માતાના મૃત્યુનુ દુઃ ખ તો છે જ પરંતુ લોકશાહ પણ એક માતા છે એટલે મતદાન આપી મારી ફરજ નીભાવવી છે. આજે મારી માતાને સારસા ગામે અગ્નિદાહ આપીને અંકોડિયા મતદાન મથક પર મતદાન કર્યુ હતુ.