/
આજે નિફ્ટી 14720ની ઊપર,સેન્સેક્સ 48949.76 પર બંધ થયા

મુંબઇ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14720 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 48949.76 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,743.90 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 49,011.31 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.95 ટકા વધીને 20,626.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.59 ટકાની મજબૂતીની સાથે 22,182.26 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 272.21 અંક એટલે કે 0.56 ટકાની મજબૂતીની સાથે 48949.76 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 106.90 અંક એટલે કે 0.73 ટકાની તેજીની સાથે 14724.80 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્સ સર્વિસ, આઈટી, રિયલ્ટી, મેટલ, એફએમસીજી અને ઑટો શેરોમાં 0.44-2.51 ટકાની ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.13 ટકાના વધારાની સાથે 32,827.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, ફાર્મા અને પ્રાઈવેટ બેન્કમાં દબાણ જોવા મળી રહ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, હિરો મોટોકૉર્પ, વિપ્રો, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ઑટો અને આઈશર મોટર્સ 2.60-5.67 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં યુપીએલ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રિડ, સન ફાર્મા, એનટીપીસી અને ઓએનજીસી 0.77-1.43 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, આઈડીબીઆઈ બેન્ક, એમફેસિસ, જિંદાલ સ્ટીલ અને મેક્સ ફાઈનાન્શિયલ 4.62-7.10 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, એલએન્ડટી ઈન્ફોટેક, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, યુનિયન બેન્ક અને જેએસડબ્લ્યુ એનર્જી 1.76-4.6 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં એંજલ બ્રોકિંગ, ઈગારશી મોટર્સ, કોફોર્જ, ડેટામેટિક્સ ગ્લોબલ અને ઈન્ટલેક્ટ ડિઝાઈન 13.85-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ટાટા સ્ટીલ બીએસએલ, એગ્રો ટેક ફૂડ્ઝ, એચએલઈ ગ્લેસકોટ, મોરેપન લેબ અને ફ્યુચર લાઈફ 4.99-6.78 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution