ગ્લોબલ વોર્મિગનો ખતરો પુરા વિશ્વ પર મંડળાઈ રહ્યો છે જેના કારણે કુદરતી આફતો આવી રહી છે
01, ઓક્ટોબર 2021 396   |  

વોશિંગ્ટન-

ઉત્તર અમેરિકાના નોર્ધન પેસેફિક કોસ્ટ અને પેસિફિક કોસ્ટ ઓફ એશિયાના દરિયાકાંઠે આવેલા સ્થળોને પ્રમાણમાં ઓછી અસર થશે. આ અભ્યાસમાં વિવિધ પરિબળોને કારણે વિવિધ સ્થિતિઓ કલ્પવામાં આવી છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિમાં દોઢ ડિગ્રી તાપમાન વધવાને પગલે 2100 સુધીમાં જળસપાટીઓ 100 ગણી વધી શકે છે. તો તેનાથી સામા છેડે એવી પણ સ્થિતિ પણ સર્જાઇ શકે છે કે તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો થાય તો પણ 70 ટકા સ્થળો પર તેની બહુ અસર ન પડે તેમ પણ બની શકે. સામાન્ય રીતે જે કુદરતી આફતો દરિયાકાંઠે સો વર્ષમાં એકવાર ત્રાટકતી હતી તે હવે ગ્લોબલ વોર્મિગને કારણે આ સદીના અંત સુધી દર વર્ષે ત્રાટકતી રહેશે તેમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે. નેચર ક્લાઇમેટ ચેન્જ નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં ખાસ કરીને જળસપાટીના વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સંશોધકોએ આગાહી કરી છે કે વધતા જતાં તાપમાનને કારણે દુનિયાભરમાં દરિયાકાંઠાઓ પર આવેલાં 7283 સ્થળમાંથી અડધા સ્થળે જળસપાટી વધવાની ઘટનાઓમાં સો ગણો વધારો થશે. ભવિષ્યમાં વાતાવરણ કેવું હશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે ત્યારે આ સંશોધકોએ જણાવ્યું હતું કે દુનિયાના તાપમાનમાં દોઢ કે બે ડિગ્રીનો વધારો થશે તો પણ જળસપાટી વધી જશે.સંશોધકોના મતે 2070 સુધીમાં જ ઘણા સ્થળે સમુદ્રની જળસપાટીમાં સો ગણો વધારો થઇ જશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની પેસેફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરી ખાતે સંશોધકોની ટીમની આગેવાન હવામાન વિજ્ઞાની ક્લાઉડિયા ટેબાલ્ડીએ જણાવ્યું હતું કે દુનિયામાં વધતી જતી સમુદ્રની જળસપાટીની અસર ઉત્તરના વિસ્તારો કરતાં દક્ષિણના વિસ્તારો પર વહેલી થશે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થવાની સંભાવના છે તેમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા સ્થળો, અરેબિયન દ્વિપ અને ઉત્તર અમેરિકાના પેસેફિક દરિયાકાંઠે આવેલા સ્થળો તથા હવાઇ,ફિલિપાઇન્સ,ઇન્ડોનેશિયા અને કેરેબિયન ટાપુઓનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution