/
 અમેરિકા ભારતને 2 કરોડ કોરોના વેક્સીનનો કાચો માલ આપશે

વોશિંગ્ટન-

વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન સમકક્ષ એન્ટની બિલ્કેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બન્ને નેતાઓએ અલગ અલગ મુદ્દા પર વાતચીત કરી. ત્યારે દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલોના બ્યૂરોએ ભારતને કોરોના વાયરસની રસી બનાવવા માટે જરુરી કાચો માલ સપ્લાય કરવાના નિર્દેશ કર્યા છે. જેનાથી એસ્ટ્રાજેનેકા રસીના ૨ કરોડ વધારે ડોઝ બનાવવામાં આવશે. અમેરિકાના દક્ષિણ તથા મધ્ય એશિયાઈ મામલોના બ્યોરોના કાર્યવાહત સહાયક સચિવ ડીન થોમ્પસને કહ્યુ, અમેરિકન સરકાર, રાજ્ય સરકારો, અમેરિકન કંપનીઓ અને ખાનગી નાગરિતોએ કુલ મળીને ભારતને કોવિડ ૧૯ રાહત સપ્લાય માટે ૫૦ કરોડ અમેરિકન ડોલરથી વધારે આપ્યા છે.

બીજી તરફ જયશંકરે કોરોનાને પહોંચી વળવાના મુશ્કેલ સમયમાં ભારતનો સાથે આપવા માટે બાયડન પ્રશાસની આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે બિલ્કેને કહ્યુ કે ભારત અને અમેરિકા કોરોનાની વિરુદ્ધ લડાઈમાં એકસાથે છે. સાથે તેમણે કહ્યુ કે બન્ને દેશોમાં આ મહામારીને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પડકારો સામે મળીને કામ કરી રહ્યા છે. એન્ટની બિલ્કેને કહ્યુ કે ભારતે પહેલી લહેરમાં અમને સાથ આપ્યો અમે તેમની મદદ નહીં ભૂલીએ. તેમણે કહ્યુ કે હવે અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે ભારતની સાથે ઉભા રહીએ. અમે કોવિડ ૧૯ની સાથે મળીને લડી રહ્યા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution