દિલ્હી-

જો તમે LinkedIn વપરાશકર્તા છો તો તમારા માટે ખરાબ સમાચાર કારણ કે હેકર્સ LinkedInના 700 મિલિયન (70 કરોડ) વપરાશકર્તાઓનો ડેટા ઓનલાઇન વેચી રહ્યા છે. આનો અર્થ એ કે LinkedInના 92 ટકા વપરાશકર્તાઓનો ડેટા લીક થઈ ગયો છે કારણ કે આ વ્યવસાયિક નેટવર્કિંગ સાઇટમાં 756 મિલિયન વપરાશકર્તાઓ છે. પ્રાઈવેસી શાર્કના એક રિપોર્ટ મુજબ, આ ડેટામાં LinkedIn વપરાશકર્તાઓના ફોન નંબર, સરનામાંઓ, ભૌગોલિક સ્થાન ડેટા અને પગાર ડેટા શામેલ છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેકરોએ 22 જૂને હેકર ફોરમ પર એક મિલિયન યુઝર્સનો ડેટા પોસ્ટ કર્યો છે. પરંતુ કંપનીએ આ અંગે નિવેદન જારી કર્યું, LinkedInને તેની વેબસાઇટ પર એક પોસ્ટ કરી જેમાં કંપનીએ આ બાબતે સંપૂર્ણ માહિતી આપી.

LinkedInને તેની વેબસાઇટ પર લખ્યું કે “અમારી ટીમએ કથિત LinkedIn ડેટાના સમૂહની તપાસ કરી છે જે વેચાણ માટે મુકવામાં આવી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ડેટા ભંગ નથી અને કોઈ LinkedIn સભ્યની ખાનગી માહિતી સામે આવી નથી. અમારી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડેટા LinkedIn અને અન્ય વેબસાઇટ્સ દ્વારા સ્ક્રેપ કરવામાં આવ્યો હતો અને આ વર્ષના પ્રારંભમાં નોંધાયેલા અમારા એપ્રિલ 2021ના ​​સ્ક્રેપિંગ અપડેટનો ડેટા શામેલ છે. "

કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, "સભ્યો તેમના ડેટા સાથે LinkedIn પર વિશ્વાસ કરે છે અને અમારા સભ્યોના ડેટાનો કોઈ પણ દૂરુપયોગ, જેમ કે સ્ક્રેપિંગ, એ લિંક્ડઇન સેવાની શર્તોનો ભંગ કરે છે. જ્યારે કોઈ સભ્ય ડેટા એકત્રિત કરવાનો અને તેનો ઉપયોગ લિંક્ડઇન અને અમારા સભ્યો સહમત ન થાય તેવા હેતુ માટે કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અમે તેમને જવાબદાર અટકાવવા અને પકડવાનું કામ કરીએ છીએ. "

આપને જણાવી દઈએ કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં લિંક્ડઇનનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 500 મિલિયન યુઝર્સના ડેટા લીક થયા હોવાનું જણાવાયું હતું. 50 કરોડ લિંક્ડઇન પ્રોફાઇલ્સમાંથી ડેટાનો કથિત રૂપે સ્ક્રેપ કરેલા આર્કાઇવ એક લોકપ્રિય હેકર ફોરમ પર  વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હેક પાછળ સામેલ લોકોએ લીક કરેલા 20 લાખ રેકોર્ડને નમૂના તરીકે રજૂ પણ કર્યા છે.

તેમ છતાં, લિંક્ડઇને આ પર એક બ્લોગ પોસ્ટ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વેચાણની માહિતી ઘણી વેબસાઇટ્સ અને કંપનીઓના ડેટાનો સંગ્રહ છે. આ સાથે, કંપનીએ વધુમાં કહ્યું કે આ ઘટના કોઈ ડેટા ભંગ નથી અને તેમાં કોઈ ખાનગી સભ્યનો ડેટા શામેલ નથી. કંપનીના જણાવ્યા મુજબ, તે ફક્ત પબ્લિક મેમ્બર પ્રોફાઇલ સહિતના કેટલાક લિંક્ડઇન ડેટાને વેચવા માટે સ્ક્રેપ કરવામાં આવ્યા હતા.