પેરીસ-
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરએ ગુરુવારે મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાથિર મોહમાદનું એક ટ્વીટ ડિલીટ કર્યું છે. ટ્વિટરે કહ્યું કે આ ટ્વિટ 'હિંસાને વધારવા' સામે તેના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમનું આ ટ્વિટ ફ્રેન્ચ શહેર નાઇસમાં છરીના હુમલો બાદ આવ્યું છે, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. તેમના આ ટ્વિટથી સોશિયલ મીડિયા પર ગુસ્સો ફેલાયો હતો.
ફ્રેન્ચ ડિજિટલ સેક્ટરના મંત્રીએ તેમના ટ્વિટની ટીકા કરી હતી અને માંગ કરી હતી કે ભૂતપૂર્વ મલેશિયાના વડા પ્રધાનનું એકાઉન્ટ ટ્વિટર પરથી સસ્પેન્ડ કરવામાં આવે. તેણે પોતાની એક ટ્વિટમાં એમ પણ કહ્યું કે જો ટ્વિટર આમ નહીં કરે તો તે પણ હત્યાના કોલના ભાગીદાર ગણાશે. તેમણે એક ટ્વિટમાં લખ્યું, 'મેં ટ્વિટર ફ્રાંસના મેનેજિંગ ડિરેક્ટર સાથે વાત કરી. મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહાથિર મોહમ્મદનું ખાતું તરત જ કાઢી નાખવું જોઈએ. જો નહીં, તો ટ્વિટરને પણ હત્યાના પ્રમોટર્સમાંના એક માનવામાં આવશે.
ટ્વિટર પર પહેલા મહાથીર મોહમ્મદના ટ્વીટને ડિસક્લેમર સાથે લેબલ લગાવ્યું હતું કે તે તેના નિયમોનું ઉલ્લંઘન કરે છે પરંતુ તેને ડિલીટ કરવામાં આવ્યું નથી. જો કે, પછીથી તે ચોક્કસ ટ્વીટ પ્લેટફોર્મ દ્વારા કાઢી નાખવામાં આવ્યું હતું.
Loading ...