ન્યુ યોર્ક-
દુનિયાભરમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ કઈ કંપની શ્રેષ્ઠ ગણાય કે પછી અન્ય ધારાધોરણોને ધ્યાનમાં લઈએ તો કઈ કંપની સારી ગણાય એ બાબતે એક રસપ્રદ સર્વે કરીને ફોર્ચ્યુન કંપનીએ પોતાનું તારણ કાઢ્યું હતું. ફોર્ચ્યુનના આ હેવાલમાં તેણે દુનિયાભરના 3800 જેટલા કર્મચારીઓ, ડિરેક્ટરો કે વિશ્લેષણ કરનારા અધિકારીઓને સામેલ કર્યા હતા. આ યાદી મુજબ, દુનિયામાં એપલ શ્રેષ્ઠ કંપની છે. તે સિવાય બીજી કઈ કંપનીઓ શ્રેષ્ઠ ગણાય તેની વિગતો અહીં આપી છે.
આ યાદીમાં સતત 14મા વર્ષે એપલ ટોપ પર રહી છે, એટલે કે તમામ રીતે એપલ દુનિયાની શ્રેષ્ઠ કંપની બને છે. બીજા ક્રમે જ્યોફ બેઝોસની કંપની એમેઝોન આવે છે. ત્રીજા ક્રમે સત્યા નાડેલાની માઈક્રોસોફ્ટ આવે છે. ગુગલની માતૃસંસ્થા આલ્ફાબેટને આ યાદીમાં સાતમું સ્થાન મળ્યું છે, જ્યારે અમેરીકાની સેલ્સફોર્સ નામની સોફ્ટવેર જાયન્ટ કંપનીને 12મો ક્રમ મળ્યો છે. એકસેન્ટર નામની કંપનીને આ યાદીમાં 33મું સ્થાન મળ્યું છે. અમેરીકાની ચિમ્પાકર નિવિડિયાને 37મો જ્યારે એડોબને 40મો ક્રમ મળ્યો છે.
દુનિયાની સૌથી વધારે પ્રશંસા પામનારી કંપનીઓમાં આઈબીએમને પણ સ્થાન મળ્યું છે, પરંતુ તે આ યાદીમાં 41મા સ્થાને આવે છે, જ્યારે દક્ષિણ કોરીયાની ટેક-જાયન્ટ કંપની સેમસંગને 49મું સ્થાન મળ્યું છે. ત્યારપછીનું એટલે કે, 50મું સ્થાન પે-પાલને જ્યારે એક્ટીવિઝન નામની કંપનીને 53મું સ્થાન મળ્યું છે.ચિમ્પાકરના જ એએમડીને 55મું જ્યારે ચીની કંપની અલિબાબાને 61મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં અમેરીકાની મોવલી કંપનીને 64મું સ્થાન મળ્યું હતું.
Loading ...