આ વખતે વસ્તી ગણતરી અલગ રીતે થશે !!જાણો આખી પ્રક્રિયા કેવી હશે ?
11, જુન 2025 2475 |
વસ્તી ગણતરી એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેમાં દેશના તમામ વ્યક્તિઓ સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવે છે. અને હવે ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે ભારતમાં આગામી વસ્તી ગણતરીની તારીખો જાહેર કરી છે. એટલું જ નહિ દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી હાથ ધરાશે અને સ્વતંત્ર ભારતમાં પહેલી વાર જાતિઓની વસ્તીગણતરીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધીમાં સૌથી વધુ અપેક્ષિત ગણતરી પ્રક્રિયા હવે બે તબક્કામાં હાથ ધરાવાની છે.
જેમાં સ.મુ, પ્રથમ તબક્કામાં, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં વસ્તીગણતરી માટે સંદર્ભ તારીખ 1 ઑક્ટો, 2026 હશે. જયારે બીજો તબક્કો 1 માર્ચ, 2027થી હશે, જેમાં મેદાની વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. = ભારતમાં 1872થી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી ચાલુ છે. જેનાથી દેશ અને અહીં રહેતા લોકોના વિકાસ માટે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં રહેતા લોકો કોણ છે. તેમનો દરજ્જો શું છે, તેઓ કેટલા શિક્ષિત છે, કોણ શું કરે છે, કેટલા લોકો પાસે રહેવા માટે ઘર છે, કેટલા પાસે નથી. તેમનો સામાજિક દરજ્જો શું છે?