શનિદેવ સુર્ય અને છાયા દેવીના પુત્ર છે. સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શનિદેવને કરેણનું પુષ્પ અર્પણ કરવું જોઇએ. શનિદેવનું ધ્યાન ધરવું જોઈએ. સાથે જ 'ૐ શનિ દેવાય નમઃ' નામના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવને તલ, અડદ અને તેલ અર્પણ કરવા જોઇએ. શનિ ચાલીસાનું પઠન કરવું જોઈએ. પૂજા બાદ ' ૐ શનેશ્વરાય નમઃ' મંત્રનો 21, 51 કે 101 એક વાર જાપ કરવો જોઈએ. ન્યાયના દેવતાને કોરોના કાળમાં રીઝવવા ખૂબ જરૂરી છે.

શનિજયંતિ, સૂર્યગ્રહણ અને વડ સાવિત્રી વ્રત એમ ત્રિકોણીયો સંગમ રચાય છે. આ સંગમથી ઉત્તર ભારતમાં અતિવૃષ્ટિ થવી, તેમજ યુરોપિયન દેશોમાં ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે. ત્યારે શનિ જયંતિએ છત્રીનું દાન, ગરીબોને કઠોળનું દાન, વસ્ત્રનું દાન કરી શકાય. દેવતાઓને પૂજા કરતા હવન વધુ પ્રિય હોવાથી હવનનું મહત્વ વધારે છે. હવનમાં કાળા તલ, ગાયનું ઘી અને ખજુરનો હોમ કરવો જોઈએ. આ દરમિયાન તેલનો દીવો પણ ચાલુ રાખવો જોઈએ. શનિદેવના ભાઈ યમરાજ છે, આથી શનિદેવની પૂજાથી આ વિપરીત કાળમાં યમ યાતના ટળે છે. સાથે હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરવું જોઈએ. ન્યાયના દેવતા શનિદેવની જયંતિ છે. શનિદેવ કર્મ પ્રમાણે, રાશિ અનુસાર ફળ આપવા માટે જાણીતા છે. મેષથી લઈને મીન રાશિના તમામ લોકોએ આજે શનિદેવની પૂજા કરવી જોઈએ.