10, જુન 2025
વડોદરા |
2772 |
કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયનું આયોજન
વડોદરા જિલ્લા કલેકટર કચેરી દ્વારા રાજ્ય સરકારના આદેશથી જગ્યા શોધવા કવાયત
કેન્દ્ર સરકાર દ્વારા બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રુચિ જાગે તે હેતુથી ગુજરાતમાં વિવિધ સ્થળે સાયન્સ સેન્ટર સ્થાપવા માટે તૈયારી કરાઇ રહી છે. જે માટે કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા વડોદરાની પણ પસંદગી કરવામાં આવી છે. વડોદરામાં ૪,૦૦,૦૦૦ ફૂટ જગ્યામાં રિજિનલ સાયન્સ સેન્ટર આકાર લેનાર છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા જિલ્લા કલેકટર કચેરી દ્વારા સાયન્સ સેન્ટર માટે જગ્યાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વડોદરા ખાતે રિજનલ સાયન્સ સેન્ટર શરૂ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે પહેલા વેમાલી વિસ્તારમાં જગ્યા પસંદ કરવામાં આવી હતી. જે જગ્યાની કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. પરંતુ જગ્યા યોગ્ય ન લગતા નવી જગ્યાની શોધ શરૂ થઈ હતી. જે બાદ કલેકટર કચેરી દ્વારા ભાયલી વિસ્તારમાં જગ્યા પસંદ કરવામાં આવી હતી. જે જગ્યા ટીપી પડી ગઈ હોવાથી ત્રણ ભાગમાં વિભાજિત થઈ ગઈ હતી. જેથી કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા જગ્યા રિજેક્ટ કરવામાં આવી હતી. જેથી હવે, જિલ્લા કલેકટર કચેરી દ્વારા શહેરની પેરેફરીમાં વાઘોડિયા તેમજ ડભોઇ તાલુકાની જગ્યાઓ શોધવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રકૃતિના સિદ્ધાંતો સાથે જાેડીને એક અનોખો અનુભવ પ્રદાન કરવા આ કેન્દ્ર પર્યાવરણને પાછું આપવાના વિઝન સાથે ડિઝાઈન કરાયું છે. આ કેન્દ્ર વૃક્ષો અને બાહ્ય પ્રદર્શનોથી સુશોભિત આગમન પ્લાઝા દ્વારા મુલાકાતીઓને એક નિમજ્જન બાહ્ય અનુભવ પૂરો પાડે છે. આ ડિઝાઇન પર્યાવરણ સાથે મૂર્ત સંબંધ સ્થાપિત કરે છે અને વિજ્ઞાનની વિવિધ શાખાઓ તથા પર્યાવરણ વચ્ચેના ઊંડા જાેડાણ પર ભાર મૂકે છે.
વડોદરાના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કઈ કઈ સુવિધા હશે?
- વિઝિટર એન્ટ્રી અને એક્ઝિટ
- સર્વિસ એન્ટ્રી અને એક્ઝિટ
- પાર્કિંગ
- સાયન્સ સેન્ટર સુધી જવાનો રસ્તો
- વીઆઇપી ડ્રોપ ઓફ
- સાયન્સ સેન્ટરની અધ્યતન ઇમારત
- સાયન્સ પાર્ક
- વોટર ફીચર
- વિવિધ પ્રદર્શન માટેની ઇમારત
- લેન્ડસ્કેપ એરિયા
- આઉટડોર એક્ઝિબિશન સાથે રેપ્ટાઈલ પાર્ક
- લાઇટ અને સાઉન્ડ શો સાથે રોકેટ એક્ઝિબિશન
- ચિલ્ડ્રન પાર્ક
- એમ્ફિથિયેટર
- વ્યૂવિંગ ડેક સાથે કેફે
- ક્રોકો ઝોન
- વોક વે
સાયન્સ સેન્ટરની સંભવિત ડિઝાઇનમાં પ્રકૃતિ અને આર્કિટેક્ચરનું અનોખું સંમિશ્રણ
કેન્દ્રના માળખાકીય સ્તંભો વડના વૃક્ષના અભિવ્યક્તિ સ્વરૂપમાં ડિઝાઇન કરાયા છે. આ સાથે મોટા અને સ્તંભ-મુક્ત સ્પાન્સ બનાવાશે. જેનાથી ગેલેરી આયોજન અને મુલાકાતીઓની હિલચાલમાં સુગમતા મળે છે. માસ્ટરપ્લાનમાં કેનોપી વોક અને નદી દૃષ્ટિકોણ, સૌર વૃક્ષ પાર્કિંગ વિસ્તાર અને ઇન્ટરેક્ટિવ આઉટડોર ડિસ્પ્લેનો સમાવેશ કરાયો છે.
સેન્ટરમાં જ્ઞાનનો વિશાળ સ્પેક્ટ્રમ અને ઇમર્સિવ અનુભવો થશે
કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના જુદા જુદા પાસાઓના વિશાળ સ્પેક્ટ્રમને સેન્ટરમાં આવરી લેવામાં આવ્યા હકે. જેમાં વડોદરાના ઉદ્યોગોની અજાયબીઓથી લઈને આપણા વિશ્વના ગતિશીલ પરિવર્તન સુધીના વિષયોનો સમાવેશ થાય છે. ટ્રી ટ્રંક થિયેટરમાં પ્રોજેક્શન દ્વારા એક મનમોહક વાર્તા પણ રજૂ કરવાનું આયોજન કરાયું છે. જે સરળ તત્વોથી લઈને જટિલ સિસ્ટમો સુધીના ઉત્ક્રાંતિનું અન્વેષણ કરશે. જેમાં આઉટડોર વિજ્ઞાન-આધારિત પ્રદર્શનોથી લઈને મૂળભૂત વિજ્ઞાન થીમ્સના અન્વેષણ, માનવ શરીરની જટિલ કામગીરી અને ઇન્ટરેક્ટિવ એક્સપ્લોરેટોરિયમ સુધીનો સમાવેશ કરાશે. સેન્ટરમાં માહિતીપ્રદ પ્રદર્શનો, ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો સહિત વિવિધ શીખવાની શૈલીઓને સમાવવા માટે જાેડાણ પદ્ધતિઓ બદલાય છે. મુલાકાતીઓ ઇન્ફોગ્રાફિક્સનું અન્વેષણ કરી શકશે, પાત્રો સાથે વાર્તાલાપ કરી શકશે, સ્થિર મોડેલો સાથે જાેડાઈ શકશે અને ઑડિઓ-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, વ્યવહારુ પ્રવૃત્તિઓ, સિમ્યુલેશન અને ઇન્ટરેક્ટિવ મીડિયા પણ નિહાળી શકે તેવું આયોજન કરાશે.
પર્યાવરણ-ચેતના અને વિશ્વામિત્રી નદીનો સંદર્ભ
સેન્ટરની ડિઝાઇનમાં પર્યાવરણ-ચેતના અસંખ્ય રીતે પ્રગટ કરાશે. સૌર ઉર્જા ઉત્પાદન, શેડિંગ વ્યૂહરચનાઓ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ, પાણી-કાર્યક્ષમ ફિક્સર અને ઓછા ઉત્સર્જન કાચનો સમાવેશ કરાયો છે. પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ, કુદરતી પ્રકાશનું મહત્તમકરણ અને એન્જિનિયરિંગ સિસ્ટમ્સનું શ્રેષ્ઠ ડિઝાઇન એકીકરણ ઇકોલોજીકલ અસરને વધુ ઘટાડશે. શ્વામિત્રી નદી આ કેન્દ્રના વર્ણનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે એકબીજા સાથે જાેડાયેલા ઇકોસિસ્ટમના શક્તિશાળી પ્રતીક તરીકે સેવા આપે છે અને સંગ્રહાલયની અંદર અને બહાર, એક આકર્ષક વાર્તા કહેવાના તત્વ તરીકે કાર્ય કરશે. વડોદરાના આ વિજ્ઞાન કેન્દ્રમાં બધા વિષયોને એક કરતી થીમ કુદરત વિજ્ઞાનની માતા છે, અને બધું એકબીજા સાથે જાેડાયેલું છે. પર તૈયાર કરાશે.