સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ભૈરવપરા વિસ્તારમાં પાણીની લાઈનના ચેકિંગ માટે કામગીરી કરતા ૪થી ૫ જગ્યાએ લાઈનમાં લીકેજ બહાર આવ્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. ૪થી ૫ જગ્યાએ લાઈનમાં મોટું લીકેજ થયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં વાસ્મો દ્વારા પાણીની લાઈન નાખવામાં આવેલી છે. તે લાઇનના ટેસ્ટિંગ સમયે થોડા દિવસો અગાઉ શહેરના ઉગમણા દરવાજા વિસ્તારમાં લાઈન લીકેજ થઇ હતી. ત્યારે લખતર શહેરના ભૈરવપરા વિસ્તારમાં લાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન તે વિસ્તારમાં ૪થી ૫ જગ્યાએ લાઈનમાં મોટું લીકેજ થયું હતું.​​​​​​​લાઈનમાં લીકેજ થતા નબળી કામગીરી છતી થઇ આ લીકેજના કારણે સમગ્ર વિસ્તારના રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. તેથી લોકોને ચાલવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, લાઈનના ટેસ્ટિંગની શરૂઆતે જ અનેક જગ્યાએ લાઈનમાં લીકેજ થતા નબળી કામગીરી છતી થઇ હતી.