કોરોનાવાયરસની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું ખૂબ જરૂરી છે, ત્યારે તેની અસર લોકોની તૈયાર થવાની પદ્ધતિ પર પણ પડી રહી છે. માસ્કના કારણે લિપસ્ટિકનો ટ્રેન્ડ લગભગ ખતમ થઈ ચૂક્યો છે.જ્યારે મહિલાઓ લિપસ્ટિકની જગ્યાએ હવે કાજળ અને બીજા આઈ મેકઅપનો ઉપયોગ વધારે કરી રહી છે જેના કારણે લિપસ્ટિકના વેચાણમાં ખૂબ જ ઘટાડો થયો છે.
મેકઅપના ઉત્પાદનો પર વર્ક ફ્રોમ હોમની અસર પડી રહી છે. મોટાભાગની વર્કિંગ વિમેન ઘરે કામ કરી રહી હોય તેના કારણે મેકઅપના વેચાણમાં ફર્ક પડી રહ્યો છે.કારણ કે બ્યુટી પ્રોડક્ટ્સમાં 36 ટકા હિસ્સો આ સમયે આંખોના મેકઅપનો છે જ્યારે લિપસ્ટિકનો હિસ્સો 32 ટકા છે.
Loading ...