/
તમે પાતળાં થવા ઇચ્છો છો?તો આજથી જ અજમાવો આ રામબાણ ઉપાય

લોકસત્તા ડેસ્ક 

મેદસ્વિતા અને વજન વધારવાની સમસ્યાથી ભારત સહિત વિશ્વભરમાં અનેક લોકો પીડાય છે. ખાસ કરીને બેઠાડું જીવન અથવા તો આનુવાંશિક ખામીના કારણે મેદસ્વિતા અને વજન વધવાની સમસ્યા ઊભી થાય છે. જીવનશૈલી અસ્ત વ્યસ્ત હોવાથી પણ વજન વધતું હોય તેવું નિષ્ણાતોનું કહેવું છે. આવી સ્થિતિમાં વજન વધારવા માટે રામબાણ ઈલાજ તરીકે આમળા અને જીરાનું ગરમ પાણી ઉપયોગમાં લઈ શકાય.

આમળા અને જીરાના ગરમ પાણીથી વજન ઘટતું હોવાના અનેક દાખલા છે. 30 વર્ષિય કૃતિકા તેના દેખાવ પ્રત્યે ખરેખર નાખુશ નહોતી, વજન વધુ હતું. તે જાણતી હતી કે તંદુરસ્ત ભવિષ્ય માટે વજન ઘટાડવું પડશે. વજન ઘટાડવા માટે તેણે યોગ અને જીમ ઉપર પૂરતું ધ્યાન આપ્યું. પીઝા સહિતના જંકફૂડને હાંસિયામાં ધકેલી દીધા. તે હવે અતિ ફિટ અને સ્વસ્થ લાગે છે. 1 વર્ષમાં 27 કિલો વજન ઘટાડયું છે. તેને આ જાદુ કેવી રીતે કર્યું તે જાણીશું.

શુ ખાવું અને શું ના ખાવું?

અઠવાડિયા દરમિયાન તેણે જુદી જુદી પ્રકારના ભોજન લીધા હતા. વેજિટેબલ પોહા / વેજીટેબલ ડાલિયા ખિચડી / વેજીટેબલ ઉપમા / વેજ સેન્ડવિચ / પનીર વેજ કચુંબર / ઓટ્સ / મગ દાળ ચિલા જેવો ખોરાક લીધો. તેણે દરરોજ આમલા-જીરાનું ગરમ પાણી પીધું હતું.

સવારે એક કપ ગ્રીન ટી અને સૂકા મેવા, બપોરે જમવામાં 2 રોટલી, એક વાટકી લીલા શાકભાજી, દહીં અને સલાડ, રાત્રે જમવામાં હળવું સલાડ અને ખીચડી તેમજ કસરત પહેલા એક કપ બ્લેક કોફી તથા કસરત બાદ પ્લાન્ટ આધારિત પ્રોટીન લીધું હતું.

ફિટનેસ જાળવવાનું રહસ્ય

કૃતિકાએ જણાવ્યું હતું કે, હું દરરોજ સવારે કસરત કરું છું, સવારે 5 વાગ્યે જાઉં છું અને શિસ્તબદ્ધ નિયમનું પાલન કરું છું. જેમાં યોગ, એચઆઇઆઇટી અને કાર્ડિયોનો સમાવેશ થાય છે. હું પાણી પણ ભરપૂર પ્રમાણમાં પીવ છું, જે ઉર્જાના સ્તરને જાળવવામાં અને સિસ્ટમમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે.

હું વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન ઘણી વસ્તુઓ શીખી. તેમાંથી કેટલાક છે:

1) આપણે રાતોરાત પરિણામોની અપેક્ષા રાખી શકતા નથી. તે એક સતત પ્રક્રિયા છે.

2) આપણે કોઈ વજન ઘટાડવા અથવા ચરબી ઉતારવાની ગોળીઓનું લેવી ન જોઈએ. ચરબી ઉતારવા માટે, માત્ર સારા પોષણ, મક્કમ વર્કઆઉટ શેડ્યૂલ અને કેટલાક મૂળભૂત મલ્ટિવિટામિન્સની જરૂર છે.

3) આપણા સ્નાયુઓને મજબુત બનાવવા માટે આપણી પ્રોટીન સેવનની કેટલી જરૂર છે તેનું ધ્યાન રાખવું જોઈએ.

વજન ઘટાડવા મક્કમતા રાખવી ફરજીયાત છે!

કસરત કરવાની સાથે તમે પરિણામો જોવાની ટેવ પાડો, મક્કમતા દાખવો. વર્ક આઉટમાં ક્રમિક ફેરફારો. વજન રાતોરાત ઉતારશે નહીં. પરંતુ અંતે સફળતા મળશે જ. સવારે વહેલું ઉઠવું, વર્ક આઉટ કરવું, યોગા કરવા સહિતનું રૂટિન વર્ક જેવું કરવું પડશે. સતત પરિશ્રમ અને યોગ્ય આયોજનના કારણે તંદુરસ્ત રહેશો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution