લોકસત્તા ડેસ્ક
જો તમે પણ સાંજે માત્ર ચા પીવાથી કંટાળી ગયા હોય તો, તો આજે અમે તમારા માટે મસાલાવાળી બ્રેડ વડાની રેસિપી લઈને આવ્યા છીએ. ખાસ વાત એ છે કે તમારે તેને બનાવવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર નથી. તો ચાલો જાણીએ, તેને બનાવવાની રેસીપી ...
બ્રેડ વડા બનાવવાની સામગ્રી:
ચોખાનો લોટ - 1/2 કપ
સોજી - 1/4 કપ
બ્રેડના ટુકડા - 6 (ટુકડાઓમાં કાપી)
દહીં - 1/2 કપ
જીરું - 1/2 ટીસ્પૂન
ડુંગળી - 1 (સમારેલી)
આદુ - 1 ટુકડો (સમારેલું)
કરી પાંદડા - 1 ચમચી
કોથમીર - 1 ચમચી (સમારેલી)
લીલા મરચા - 2 (સમારેલા)
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - ફ્રાય કરવા માટે
બ્રેડ વડા બનાવવી રીત :
1. સૌ પ્રથમ બાઉલમાં બ્રેડ, દહીં, ચોખાનો લોટ અને સોજી મિક્સ કરો.
2. ત્યારબાદ તેને આશરે 20 મિનિટ માટે ઢાંકીને એક બાજુ રાખો.
3. હવે તેમાં બાકીના ઘટકોને મિક્સ કરો.
4. તમારા હાથમાં થોડું તેલ લગાવીને મિશ્રણના વડા તૈયાર કરો.
5. હવે તપેલીમાં તેલ ગરમ કરો અને તેમાં વડાને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
6. તમારા વડા તૈયાર છે.
7. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.