Gopal italia : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી ખુબ ચર્ચામાં છે. 26 જૂનના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની જવાબદારીઓ પરથી રાજીનામુ આપ્યું હતું. જે બાદ તેમને પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. હવે આ મામલો માત્ર આમ આદમી પાર્ટી સુધી સીમિત રહ્યો નથી. ઉમેશ મકવાણાની વાતના પડઘા ક્યાંક સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આમ આદમી પાર્ટીમાં હવે ઉમેશ મકવાણાની વાતને લઈને ક્યાંક ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આજે ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. અને ઉમેશ મકવાણા અને સી.આર.પાટીલને ખુલ્લી ચેલેન્જ આપી છે.