લોકસત્તા ડેસ્ક
દરેક ઘરમાં દરેક મહિલાનો એક પ્રશ્ન હોય છે કે આજે શેનુ શાક બનાવવુ.શું તમારે પણ રોજ આજ પ્રશ્ન હોય છે?તો આજે અમે તમને એક શાકની રેસીપી જણાવીશુ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે.
ઘટકો
1 કપ -ફણગાવેલા મઠ
1 ટીસ્પૂન -લાલ મરચું પાઉડર
1/2 ટીસ્પૂન -હીંગ જીરું
1/2 ટીસ્પૂન- હળદર પાવડર -
1 ટીસ્પૂન -લાલ મરચાનો પાઉડર
1 ટીસ્પૂન -ધાણાજીરું પાઉડર
1 ટીસ્પૂન -લીંબુનો રસ
1/4 ચમચી- લસણની પેસ્ટ
1 -ટોમેટો પેસ
1 ડુંગળી સમારેલી-
મીઠું સ્વાદાનુસાર
2 ટીસ્પૂન -તેલ
પગલાં
1. મઠને 6 - 7 કલાક પલાળી ચારણીમાં નિતારી ઉપર ઢાંકણાથી ઢાંકી ગરમ જગ્યાએ આખી રાત રાખવા જેથી બીજે દિવસે ફણગા ફૂટી જશે.
2. એક કુકર માં તેલ મુકો, હિંગ જીરું નાખો,લસણ ની પેસ્ટ નાંખો અને સાંતળો.
3. હવે તેમાં ડુંગળી નાખો, ટમેટા નાંખો અને સાંતળો.
4. હવે તેમાં બધા મસાલા નાંખો મિક્સ કરો અને મૂઠ નાખો મિક્સ કરો.
5. મઠ નાખી તેમાં લીંબુ રસ નાખો પાણી નાખો કૂકર બંધ કરી 1 સિટી કરી લો.
6. રેડી છે મઠનું શાક કોથમરી નાંખી સર્વ કરો
Loading ...