PM શું કહેશે? : અનલોકની વાત કરશે? કે પછી, ચીનના મામલે બોલશે? 
30, જુન 2020 2178   |  

દિલ્હી,

ભારત અને ચીન વચ્ચે પર તણાવ વધી રહ્યો છે, બીજી બાજુ ૫૯ ચાઇનીઝ એપ પ્રતિબધં લગાવવામાં આવ્યો છે જયારે અનલોક–૨ માટે પણ નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ ૪ કલાકે દેશને સંબોધન કરશે. તેઓ કયા મુદ્રા ઉપર વાત કરે છે તેની અનેક અટકળો ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે છેલ્લે દેશને સંબોધન કયુ હતું ત્યારે ૨૦ લાખ કરોડ પિયાના પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પણ દેશને સંબોધિત કરે છે ત્યારે કઈક નવું લઈને આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ચીનના તણાવની સાથે સાથે દેશમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે દેશને શું મત્રં આપે છે તે જોવાનું રહ્યું. 

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ સૌથી પહેલા જનતા કરફયું, થાળી વગાડવાની જાહેરાત, દીપ પ્રવલિત કરવાની જાહેરાત હોય કે પછી ૨૦ લાખ કરોડ પિયાના પેકેજની જાહેરાત હોય. જયારે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરે છે ત્યારે નવી જાહેરાત કરવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને શું નવું આપે છે? શું નવી જાહેરાત કરે છે? તે આજે ૪ કલાકે જ ખબર પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution