ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ શા માટે તહેનાત કર્યા..?
10, જુન 2025 2772   |  

અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિ વિરુદ્ધ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને ભારે ધમાલ મચાવી છે. લોસ એન્જલ્સમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે ચાર સ્થળોએ પાડેલા દરોડામાં 44ની ધરપકડ કરવામાં આવતા શહેરમાં તનાવગ્રસ્ત સ્થિતિ સર્જાઈ છે. આ કાર્યવાહીએ વ્યાપક પાયા પર વિરોધ પ્રદર્શનને જન્મ આપ્યો છે. તેથી દેખાવકારો અને લોસ એન્જલ્સ પોલીસે વિવિધ સ્થળોએ એકબીજા સાથે અથડામણમાં ઉતરી હતી. પોલીસે ભીડને વિખેરવા વિવિધ ભીડ નિયંત્રણ ઉપાયો અજમાવ્યા હતા. આ અવ્યવસ્થાને કાબુમાં લેવા માટે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયામાં ‘કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ’ના 2,000 સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો. આ નિર્ણય બાદ દેખાવો વધુ હિંસક બને તેવી આશંકા છે. સત્તાવાર નિવેદનો મુજબ આ દરોડામાં 44ની ધરપકડ કરવામાં આવી. જ્યારે અન્ય એકની કામગીરીમાં અવરોધ સર્જવા માટે ધરપકડ કરવામાં આવી. આઇસીઈએ જણાવ્યું હતું કે તે રોજના લગભગ 1600 લોકોની ધરપકડ કરે છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution