લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ડિસેમ્બર 2025 |
સુરત |
2376
કોચના કોરિડોરમાંથી ગાંજો મળ્યો
પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 18 કિલો ગાંજો જપ્ત પોલીસે જપ્ત કર્યો હતો, જો કે બિનવારસી જથ્થો મળતાં રેલવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ ઘોંસ જોઈ આરોપી ફરાર થઇ ગયો હોવાનું પોલીસનું અનુમાન છે.જો કે આરોપીઓને શોધવા માટે પોલીસે ગહન ચેકિંગ હાથ ધર્યુ છે.મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત સુરત રેલવે સ્ટેશન પર હલવા પોલીસ અને NDPS સમર્પિત ટીમે મોટી કાર્યવાહી કરી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે 18.115 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂ. 5 લાખ 750 હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, આ કેસમાં સંડોવાયેલો આરોપી હાલ ફરાર છે.રેલવે પોલીસ અને LCB પાસેથી મળેલી માહિતી મુજબ, શનિવારે ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ સુરત ખાતે પહોંચતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેનના S-3 અને S-4 કોચ વચ્ચેના કોરિડોરમાં શંકાસ્પદ સ્થિતિમાં ત્રણ બેગ અને એક બેગ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બેગની તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો આંતરરાજ્ય દાણચોરી માટે લઈ જવાઈ રહ્યો હતો. પોલીસની હાજરીની જાણ થતાં આરોપીએ પકડાઈ જવાના ડરથી ડ્રગ ભરેલી બેગ ટ્રેનમાં છોડી ભાગી ગયો હતો.