અહિંયા તસ્કરોનો 11 લાખનું સોનુ ચોરી ફરાર, તસ્કરો CCTV કેમેરા ડીવીઆર પણ ચોરી ગયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2021  |   5841

જામજાેધપુર-

જામજાેધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને સોનાના દાગીનાની ધડામણીની દુકાન ચલાવતા પશ્રિ્‌ચમ બંગાળના એક કારીગરે પોતાની દુકાનમાં રાખેલ રૂપિયા ૧૧ લાખ ૬૦ હજારની કિંમતનું ર૯ તોલા સોનું તસ્કરો ચોરી કરી ગયાની ફરીયાદ જામજાેધપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે. તસ્કરો સોનાની સાથે સીસી ટીવી કેમેરા ડીવીઆર વગેરે પણ ચોરી ગયા હોવાથી જામજાેધપુર પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જાેડાઇ છે. અને તસ્કરોને પકડવા માટે દોડધામ શરુ કરી છે. ચોરીના આ બનાવને લઇને જામજાેધપુરમાં ભારે સનસનાટી મચી ગઇ છે. જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકા મથકે માતબર ચોરીની ઘટના ઘટી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે. અહીં વર્ષોથી સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના દાગીના બનાવતા એક બંગાળી કારીગરના ઘર અને સંયુકત દુકાનને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

જેની વિગત મુજબ ગત રાત્રે સુભાષ રોડ પર આવેલ મુળ મેળી શેરી, આ સોનાની ધડામણની દુકાન ધરાવતા હનીફ કરીમભાઇ શેખ નામના ધંધાર્થીના રહેણાંક મકાનને કોઇ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં દુકાનના દરવાજાનું તાળુ કોઇપણ રીતે તોડી અંદર પ્રવેશેલ શખ્સો અંદર લાડકાની અલગ અલગ પાડલીના ખાનામં રાખેલ ધડાઇ માટે આવેલ ૩૯ તોલા સોનાને હાથ વગું કરી ચોરી કરી લઇ ગયા હતા. રૂ. ૧૧.૬૨ લાખની કિંમ્તનું સોનુ ચોરી કરી ચાલાક તસ્કરો રૂમ અંદર રહેલા સીસી ટીવીનું ડીલીઆર પણ સાથે લેતા ગયા હતા. જેથી ચોરી પકડાઇ ન જાય, આ બનાવની સેવારે નવેક વાગ્યે જાણ થતાં બંગાળી કારીગરે વેપારીઓને પ્રથમ જાણ કરી હતી. જેને લઇને જામનગર એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution