16, સપ્ટેમ્બર 2020
594 |
રોમ –
સ્થાનીય યુવા લોરેંજો મુસેત્તીએ ઇટાલીયન ઓપન ટેનિસના પહેલા રાઉન્ડમાં સ્ટેન વાવરિન્કાને ૬-૦,૭-૬થી હરાવી મોટો ઉલટફેર કર્યો.ત્રણવખતનાં ગ્રૈન્ડસ્લેમ વિજેતા વાવરિન્કાએ મુસેત્તીને જબરજસ્ત જવાબ આપ્યો હતો.તે એટીપી ટુર જીત મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો.વાવરિકા અમેરિકી ઓપન રમ્યો ન હતો.મુસેત્તી ૨૦૧૮ અમેરિકા ઓપન જુનિયર ફાઇનલમાં ઉપ-વિજેતા હતો અને તેને ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાઇ ઓપન જુનિયર ટાઇટલ જીત્યુ હતુ.ઇટલીનાં વાઇલ્ડ કાર્ડ ધરાવનાર સલ્વાતોર કારૂસોએ અમેરીકી ક્વાલીયર ટેનિસ સૈંડગ્રેનને માત આપી.ટૂર્નામેન્ટમાં કોરોના પોઝીટીવ આવનાર ખેલાડી ટૂર્નામેન્ટ નહીં રમી શકે. જ્યારે મહિલા વર્ગમાં કૈટરીના સિનિયાકોવાએ ત્રણ વખતની ગ્રૈન્ડસ્લેમ ચેમ્પિયન એન્જલિક કર્બરને ૬-૩,૬-૧થી હરાવી.