નર્મદા ડેમમાંથી ૪.૪૫ લાખ ક્યુસેક પાણી છોડાતાં ચાંદોદ મલ્હારરાવ ધાટ ખાતે 13 પગથીયા બાકી
05, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   3861   |  

 વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નદીકાંઠાના ગામો એલર્ટ કરાયાં

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ભારે વધારો થતાં ડેમના 23 દરવાજા ખોલીને નદીમાં 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીપાણી છોડાવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદ મલ્હારરાવ ધાટ ખાતે નદીનું જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. અને 13 પગથીયા હવે દેખાઈ રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દિરા સાગર ડેમના ૧૨ ગેટ અને પાવર હાઉસમાંથી કુલ ૩,૫૫,૧૮૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની કુલ આવક ૪,૪૯,૯૨૭ ક્યુસેક નોંધાઈ છે. આવકમાં વધારો થતા, ડેમના ૩૦ પૈકી ૧૫ દરવાજા ખોલીને ૩.૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૧૨૦૦ મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસપણ ચાલુ કરવામાં આવ્યું છે, જેનાથી વધારાનું ૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ રીતે કુલ ૩,૯૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જોકે, રાત્રે ૮ વાગ્યાથી ગેટ મારફતે ૪,૦૦,૦૦૦ ક્યુસેક અને પાવરહાઉસ મારફતે ૪૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાવાને કારણે ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ ૩૫ મીટરનો હોવા છતાં, તેનાથી પણ ૫ થી ૬ મીટર ઉપરથી પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઈ રહ્યો છે.સરદાર સરોવરનર્મદા નિગમ દ્વારા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution