05, સપ્ટેમ્બર 2025
બેઈજીંગ |
3762 |
કરોડો ડોલરના પ્રોજેક્ટમાંથીચીને હાથ પાછા ખેંચ્યા
ચીને પાકિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે
ચીન પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર મનાય છે. જોકે, હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યાં નથી. જેનું કારણ એ છે કે પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્કને આગળ વધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને કરાચી-રોહરી રેલવે સેક્શનને સુધારવા માટે ADB પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી છે. આ એ જ ML-1 પ્રોજેક્ટ છે, જેને એક સમયે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર નો સૌથી મોટો અને સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવતો હતો.
ચીનનું આ પ્રોજેક્ટમાંથી ખસી જવું એટલે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે આગામી સમયમાં મુશ્કેલી દર્શાવે છે. જો કે, ચીને અચાનક આ પ્રોજેક્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો નથી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ અને લોન ચૂકવવામાં સમસ્યાઓ ચીન માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. ચીને પાકિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. જ્યાં ચીનને પાકિસ્તાન પાસેથી પૈસા પાછા મેળવવામાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બલુચિસ્તાનમાં આવેલી રેકો દિક તાંબા અને સોનાની ખાણ પાકિસ્તાનના અર્થતંત્ર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાણમાંથી મોટા પ્રમાણમાં ખનિજો મેળવવાની શક્યતા છે, પરંતુ જૂની રેલવે લાઇન એટલી મજબૂત નથી કે મોટા પાયે ખનિજોનું પરિવહન કરી શકાય. આ માટે ખાણ માટે ML-1 રેલવે લાઈનને અપગ્રેડ કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.