03, સપ્ટેમ્બર 2025
4158 |
નવીદિલ્હી,જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક મળી છે. બે દિવસીય બેઠકના ર્નિણયો ૪ સપ્ટેમ્બરે જાહેર થશે. કેન્દ્ર અને રાજ્યોના નાણામંત્રીઓ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. આ વખતે બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બેઠકમાં, કાઉન્સિલના સભ્યો આઠ વર્ષ જૂના જીએસટી કર માળખામાં મોટા ફેરફારોની ચર્ચા કરી રહ્યા છે. કાઉન્સિલ સરકારે જીએસટી દરોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારનો ર્નિણય અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફથી ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે સ્થાનિક માંગને વધારવાનો છે.
ફેબ્રુઆરીમાં આવકવેરાના ક્ષેત્રમાં મોટા ફેરફાર પછી, હવે જીએસટીમાં મોટા ઘટાડાથી દેશમાં વપરાશમાં વધારો થવાની ધારણા છે. જૂન ક્વાર્ટરમાં અર્થતંત્રમાં અણધારી રીતે ૭.૮ ટકાનો ઊંચો દર પહેલાથી જ આ સંકેત આપી ચૂક્યો છે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન, કર સંબંધિત તેની પેનલ હેર ઓઇલથી લઈને નાની કાર સુધીની ૪૦૦ થી વધુ વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની યોજના પર ર્નિણય લેશે.
રોઇટર્સે ગ્રાન્ટ થોર્ન્ટન ભારત એલએલપીના ભાગીદાર મનોજ મિશ્રાને ટાંકીને જણાવ્યું હતું કે યુએસ ટેરિફ કાપડ, ઓટો અને સંભવત: ફાર્માસ્યુટિકલ્સની નિકાસને અસર કરી રહી છે. આવી સ્થિતિમાં, ભારતે પ્રાથમિક વૃદ્ધિ એન્જિન તરીકે સ્થાનિક વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.