દિલ્હી-

બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ હેરી સામે એક મહિલાએ પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરીને કાયદાકીય પગલા લેવાની માંગણી કરી છે. અરજી કરનાર મહિલા પણ વકીલ છે અને આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, પ્રિન્સ હેરીએ મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો પણ હજી સુધી આ વાયદો પૂરો કર્યો નથી.પ્રિન્સ હેરી સામે આ બદલ વોરંટ જાહેર કરવામાં આવે.

કોર્ટે પણ આ મામલા પર રમૂજી ટિપ્પણી કરીને કહ્યુ હતુ કે, એ વાતની શક્યતા છે કે તમારા પ્રિન્સ હેરી તમારા સોનેરી ભવિષ્ય માટે પંજાબના કોઈ ગામના સાયબર કાફેમાં બેઠા હોઈ શકે છે. આ અરજી ધોળા દિવસે જાેવામાં આવતા સપના કરતા ઓછી નથી. આ ટિપ્પણી કરીને કોર્ટે જાેકે અરજી પણ ફગાવી દીધી હતી.

મહિલાએ પોતાની અરજીમાં કહ્યુ હતુ કે, મને પ્રિન્સ હેરીના નામથી ઈ મેઈલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે કહ્યુ હતુ કે, તમે સોશિયલ મીડિયા પર થયેલી બોગસ વાતચીતને સાચી માની રહ્યા છે. આ મામલામાં અમે તમારી સાથે માત્ર સહાનૂભૂતિ જ વ્યક્ત કરી શકીએ છે. અરજીનો ડ્રાફ્ટ પણ યોગ્ય રીતે તૈયાર કરાયો નથી. બોગસ આઈડી બનાવીને કોઈ પણ આ પ્રકારના મેસેજ કરી શકે છે.

કોર્ટે કહ્યુ હતુ કે, પ્રિન્સ હેરીના લગ્ન ૨૦૧૮માં થઈ ચુક્યા છે. તેમણે મેગન મર્કેલ સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર પણ છે