દેવગઢબારિયા તાલુકાના માંડવ ગામથી દારૂ-બિયરનો જથ્થો પકડાયો
11, માર્ચ 2021

દાહોદ

 દેવગઢબારિયા તાલુકાના માંડવ ગામના બારીયા ફળિયામાં રહેતો રમણભાઈ ઉર્ફે બકો પોપટભાઈ રાઠવા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાછલા ગામના ઇન્દુભાઈ પુનિયાભાઈ તોમર પાસેથી વિદેશી દારૂ તથા બિયરનો વિપુલ જથ્થો મંગાવી માંડવ ગામના સ્મસાન વાળા કોતર પાસેના ઝાડી ઝાંખરાઓમા ઉતારી કટીંગ કરતા હોવાની ખાનગી બાતમી દાર દ્વારા મળેલ બાતમીના આધારે સાગટાળા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પી.એસ.આઇ એ.એ.રાઠવા પોતાના તાબાના પોલીસ કર્મીઓને સાથે લઈ બપોરનાં અઢી વાગ્યાના સુમારે બાતમી વાળી જગ્યાએ ઓચિંતી પ્રોહીબીશનની રેડ પાડી સ્થળ પરથી માંડવ ગામના બુટલેગર રમણભાઈ રાઠવાની ધરપકડ કરી સ્થળ પરથી પોલીસે રૂપિયા ૮૬,૪૦૦/- ની કુલ કિંમતની વિદેશી દારૂની ૧૮૦ મિલી લીટરની પ્લાસ્ટિકની બોટલ નંગ ૭૨૦ ભરેલ પેટીઓ નંગ ૧૫ તથા રૂપિયા ૧,૩૮,૦૦૦/- નિકુલ કિંમતની બીયરના ટીન નંગ બારસો ભરેલ પેટી નંગ ૫૦ મળી રૂપિયા ૨,૨૪,૪૦૦/- ની કુલ કિંમતની પેટીઓ નંગ ૬૫ પકડી પાડી કબજે લીધો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution