લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જાન્યુઆરી 2026 |
2178
અમદાવાદ, અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ, તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ નિતિન બરોટ, જીતુ ઉપાધ્યાય, પીયુષભાઈ, રાકેશ મહેરિયા અને મેહુલ શ્રીમાળી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ તકે પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ટીમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખાતે રજૂઆત કરવા ગયા હતા. જે અંગે તમામ સંબંધિત અધિકારીઓને ઇમેલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે તેમજ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. અમારી મુખ્ય માંગ એ છે કે ફોર્મ નં. ૭ જે રાજકીય વોલન્ટિયર્સ દ્વારા ભરવામાં આવ્યા છે, તે અમને તાત્કાલિક આપવામાં આવે જેથી તેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય. હાલમાં જે રીતે મોટા પાયે મતદારોના નામ કાઢવા માટે ફોર્મ નં. ૭ની અરજીઓ કરવામાં આવી રહી છે, તે શંકાસ્પદ છે. કેટલાક ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પક્ષના મત કાપવાનો ષડયંત્રપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અમારે પાસે પુરાવાઓ ઉપલબ્ધ છે અને હજુ વધુ પુરાવાઓ એકત્ર થઈ રહ્યા છે. પ્રણવ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે જાે આટલા મોટા પ્રમાણમાં એટલે કે સાડા નવ લાખ જેટલી ફોર્મ નં. ૭ની અરજીઓ આવે છે.