આપમાં જોડાયા બાદ ઈશુદાન ગઢવી સુરતની મુલાકાતે પહોંચ્યા, ‘આપ’ને લઈને કહી આ મોટી વાત...

સુરત-

બે દિવસ પહેલાં જ આમઆદમી પાર્ટીમાં જોડાયા બાદ આજે પત્રકાર ઈસુદાન ગઢવી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. જ્યા સવારે આમઆદમી પાર્ટી-સુરતના સીમાડાનાકા કાર્યાલય ખાતે ઈશુદાન ગઢવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યાલય ખાતે તેઓએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમજ સાંજે તેઓ  આપના નગરસેવકો સાથે મીટિંગ સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. 

આ મુલાકાતમાં ઈશુદાન ગઢવીએ સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી, મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તમામ મૃતક બાળકોને ન્યાય મળે એવા પ્રયાસો કરવાની વાત પણ કરી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકીય રીતે ગુજરાતમાં આમઆદમી પાર્ટીનો પાયો સુરતથી નખાયો છે. આ ખૂબ જ સારી શરૂઆત છે. સુરતના પ્રશ્નોના ઉકેલવા માટે અમે સતત પ્રયત્નસિલ રહીશુ. તેમજ અમારા પર રહેલો જનતાનો વિશ્વાસ ટકાવી રાખવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું.

સુરત આમઆદમી પાર્ટી દ્વારા લાઈવ કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વગર જોવા મળ્યા હતા. જે બાદ ઈટાલિયાને માસ્ક પહેરવા બાબતે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકોઆ લાઈવમાં પણ કમેન્ટોની ભરમાર કરી ઈટાલિયાને માસ્ક પહેરવાનું કહ્યું હતું.

કોરોના નિયમોના ધજાગરા- ઈશુદાન ગઢવી સાથે મુલાકાત કરવા માટે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, નગરસેવકો અને પ્રસંશકો પહોંચ્યા હતા. જેના કારણે કોરોના ગાઈડલાઈનનું પાલન થયું ન હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution