અમદાવાદ,

અમદાવાદ શહેરમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે અને સાથે મોતનો આંકડો પણ છેલ્લા અઠવાડિયાથી સીંગલ આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તે વચ્ચે અમદાવાદના 11 સંતોના કોરોના થયો હોવાના સમાચાર સામે આવતા તંત્ર ચિતાંમાં મુકાયુ છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, આ મામલે મંદિર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બિનસત્તાવાર માહિતી પ્રમાણે મંદિરના 11 નહીં પરંતુ તેનાથી વધારે સંતોનો કોરોના થયો છે.

સંતોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ 11 સંતોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંતોના સંપર્કમાં આવેલા મંદિરના અન્ય સંતોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મણિનગર સ્વામિનારાયણ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું છે.