/
હોય નહીં- એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે હવે મેથ્સ ફરજીયાત નથી

દિલ્હી-

એઆઈસીટીઈ યાને  ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને લીધેલો એક નિર્ણય ભારે વિવાદમાં આવ્યો છે. એ જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે ધોરણ 12માં મેથ્સ અને ફિઝિક્સ નહિ હોય તો પણ એન્જીનીયરીંગના પ્રવેશ મળી શકશે. આ નિર્ણયને વિવાદાસ્પદ નિર્ણય તરીકે ગણવામાં આવી રહ્યો છે. તેના લીધે દેશમાં બહાર આવતા એન્જીનીયર્સ પર ચોક્કસ આડ અસર ઉભી થશે. અત્યાર સુધીમાં, ધોરણ 12માં મેથ્સ અને ફિઝિક્સ વિષયો એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીના અન્ડર ગ્રજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે ફરજીયાત રાખવામાં આવતા હતા.વિદ્યાર્થીએ ઉપરોક્ત વિષયોમાં કુલ 45% ગુણ  અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40% ગુણ મેળવવા ફરજીયાત છે.  પોતાની હેન્ડબુકમાં એઆઈસીટીઈએ  જણાવ્યું છે કે જુદા જુદા બેકગ્રાઉન્ડ માંથી આવતા વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પરિણામો મેળવવા માટે જુદી જુદી યુનિવર્સીટીઝ મેથેમેટિક્સ, ફિઝિક્સ, એન્જીનીયરીંગના જુદા જુદા બ્રિજ કોર્સ આપી શકશે.

મેથેમેટિક્સ તમામ એન્જિનિયરિંગ ડિગ્રીઓનો પાયો છે એમ કહીને શિક્ષણવિદોએ આ પગલાની ભારે ટીકા કરી હતી. બ્રિજ કોર્સ એ એક ઔપચારિક કોર્સ હશે તે વિદ્યાર્થીઓ માટે જેઓ મેથેમેટિક્સમાં નબળા હશે. તે ઉચ્ચતર માધ્યમિકસ્તરના મેથ્સની સાથે બદલી ન શકાય જે ફાઉન્ડેશનલ કોર્સ છે. શસ્ત્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર એસ વિદ્યાસુબ્રમનિયમે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એઆઈસીટીઈના એન્જીનીયરીંગ પ્રોગ્રામ માટેના મોડેલ અભ્યાસક્રમમાં મેથેમેટિક્સ પાંચમા સેમેસ્ટર સુધી ભણાવવામાં આવે છે. મેથેમેટિક્સ અને ફિઝિક્સ તમામ એન્જીનીયરીંગ પ્રોગ્રામ માટે ફરજીયાત જ રાખવા જોઈએ.

એઆઈસીટીઈ ચેરમેન અનિલ ડી. સહસ્ત્રબુધેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, વૈકલ્પિક વિષયની કોઈ મુદ્દો જ નથી. એન્જીનીયરીંગ એજ્યુકેશનમાં પ્રવેશ માટે ઇનપુટ તરીકે આવશ્યક ત્રણ ફરજિયાત અભ્યાસક્રમો જરૂરી છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી વિવિધ શાખાઓ માટે વિવિધ ત્રણ ફરજિયાત અભ્યાસક્રમો હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીની લાયકાત કોઈ ચોક્કસ વિષયો સાથે સંકળાયેલી નથી હોતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution