રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ લેવામાં આવી રહેલી ફિઝિક્સ સેમેસ્ટર 3ની પરીક્ષાના પેપરમાંથી કેમિસ્ટ્રી વિષયના પ્રશ્નો નીકળતા તાત્કાલિક અસરથી પરીક્ષા રદ કરવામાં આવી છે તેમજ જુદાં કેન્દ્રોમાં પરીક્ષા આપી રહેલા 851 વિદ્યાર્થીઓને ઈમેલની મદદથી વધારાનું પેપર મોકલોમાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ બીએસસી સેમેસ્ટર 3 ફિઝિક્સના પેપરમાં બીજું અને ત્રીજું પ્રાઈઝમાં કેમેસ્ટ્રી વિષયના પ્રશ્નો છપાતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા.

પરિણામે તાત્કાલિક 18 કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ફરિયાદો ઉઠતા પરીક્ષા વિભાગ દ્વારા પ્રશ્ન પેપર રદ્ કરવામાં આવ્યું છે તેમજ બપોરના બાર વાગ્યા સુધી પૂરી થતી પરીક્ષામાં વિદ્યાર્થીઓને અડધો કલાક વધારાનો આપવામાં આવ્યો છે. આ પ્રકારની ભૂલ પ્રિન્ટીંગ પ્રેસ ના કારણે થયું હોવાનું યુનિવર્સિટીના કુલનાયક ડૉ. વિજય દેસાનીએ જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુદા જુદા 18 પરીક્ષા કેન્દ્રોમાં આજે આ પરીક્ષા ચાલી રહી હતી. જેમાં કોઈ અધ્યાપકની ભૂલ નથી પરંતુ પ્રિન્ટીંગ પ્રેસને બોલવાના કારણે પ્રશ્ન પેપર ના બીજા અને ત્રીજા પેજ ઉપર કેમેસ્ટ્રી વિષયના પ્રશ્નો છપાયા હતા. જે બેદરકારી બદલ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને ખુલાસો પુછવામાં આવશે.