અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી પ્રથમ વર્ષ કોમર્સની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનારા તેમજ પિન લેવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને માટે પિન મેળવવાની તેમજ રજિસ્ટ્રેશન માટેની મુદત 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અંતિમ મુદત 31મી ઓક્ટોબર હતી, જે લંબાવીને પહેલી નવેમ્બર કરવામાં આવી છે.