ગાંધીનગર-

ગુજરાત શિક્ષણ બોર્ડે પણ ધોરણ 12ની વિજ્ઞાનપ્રવાહની ઉત્તરવહી ઓનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. જીઙ્કીએસસી અને જીટીયુ બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહીની ચકાસણી કરશે. શિક્ષણ બોર્ડ ગત 4 વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. જ્યારે હવે શિક્ષણ વિભાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ જીઙ્કીએસસી અને જીટીયુએ ઓનલાઈન ઉત્તરવહી ચકાસવાનો નિર્ણય કર્યો હતો. ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પણ પારદર્શિતા વધશે. જીએસસીબીએ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે જ 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે.