અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટેમાં આજે કોમર્સના વિધાર્થીઓ માટે રિટ કરવામાં આવી છે. જેમાં આજે અરજદારે કોર્ટમાં કહ્યું હતું કે જો સાયન્સના વિધાર્થીઓ માટે ધોરણ 10 ના માર્ક્સ ગણવામાં આવતા હોય તો 12 કોમર્સના વિધાર્થીઓ માટે કેમ ગણવામાં આવે નહીં. અરજદારે કહ્યું છે કે કોમર્સના વિધાર્થીઓ માટે આંકડા શાસ્ત્ર, ગણિત, અને એકાઉન્ટ જેવા વિષયો હોવાથી તેમને ગણિતના માર્ક્સ ગણાવા જોઈએ.જોકે આ મુદ્દે હાઇકોર્ટ જી એસ ઇ બી ને સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આજે હાઇકોર્ટમાં જેતપુરના એક વિધાર્થીએ હાઇકોર્ટમા રિટ પિટિશન દાખલ કરી છે. જેમાં તેને કહ્યું છે કે સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં ધોરણ 10ના ગણિતના માર્ક્સ લેવામાં આવે. બોર્ડ દ્વારા સાયન્સના વિધાર્થીઓના રિઝલ્ટમાં જ ગણિતના માર્ક્સ લીધા છે જેથી વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે.આ મુદ્દે અરજદારે અગાઉ શિક્ષણ મંત્રીને પણ આ બાબતે રજુઆત કરી હતી અને કહ્યું હતું કે સાયન્સ અને કોમર્સના વિધાર્થીઓ માટે ગણિત વિષય એક સરખો છે જેથી તેના પર ધ્યાન આપવામાં આવે જેથી તેમનું મેરીટ ઊંચું આવે. ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે અને હજી ધોરણ 12 નું પરિણામ જાહેર થયું નથી. ગણિત વિષય બંને માટે સરખો છે. બંન્ને માટે મહત્વ ધરાવે છે. તેથી આ પરિણામમાં તેને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી અરજદારની માંગ છે. જોકે આ મુદ્દે હાઇકોર્ટએ જી એસ ઇ બી ને સોમવારે જવાબ રજુ કરવા માટે કહ્યું છે.