દિલ્હી-

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ શુક્રવારે સિવિલ સર્વિસીસ પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. 4 ઓક્ટોબરે લેવાયેલી પરીક્ષાનું પરિણામ કમિશનની વેબસાઇટ પર જોઇ શકાય છે. આયોગે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ સિવિલ સર્વિસિસ મેઈન પરીક્ષા માટે વિગતવાર અરજી ફોર્મ-વન ભરવાનું રહેશે.

આ અરજી ફોર્મ કમિશનની વેબસાઇટ પર 28 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી સાંજે 6 વાગ્યે ઉપલબ્ધ રહેશે. અન્ય જરૂરી માહિતી વેબસાઇટ પર જ ઉપલબ્ધ રહેશે. નિવેદન મુજબ, સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષા 8 જાન્યુઆરી, 2021 થી લેવામાં આવશે.