ગાંધીનગર-

ગુજરાત કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ આગામી તા. ર3ના આયોજિત કરવામાં આવેલ છે જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલજી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા કેન્દ્રીય વિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢીયા હાજરી આપશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે કોવિડ સંક્રમણના સમયમાં પણ 97.6 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં જોડાયેલા રહ્યા છે એટલું જ નહીં બધી જ પરીક્ષાઓ ઓનલાઇન પુરી કરવામાં આવી છે. આ ઉપરાંત સામુદાયિક વિકાસના કાર્યો જેવા કે એક ભારત શ્રેષ્ઠ ભારત ઉન્નત ભારત અભિયાનના કાર્યક્રમો પરિસંવાદો પણ કરવામાં આવ્યા છે. વિશ્ર્વ વિદ્યાલયના અધ્યાપકો દ્વારા 670 જેટલા સંશોધન લેખો જુદા જુદા સામયિકોમાં પ્રગટ થયા છે. આ ઉપરાંત 14 પેટન્ટ કરાવામાં આવી છે. જેમાં ર પેટન્ટ વ્યવસાયિક ધોરણે બજારમાં ઉપલબ્ધ છે. આધુનિક શોધખોળો માટે પણ વિશ્ર્વ વિદ્યાલયમાં જરૂરી આધુનિક યંત્રો તથા વ્યવસ્થાઓ છે. આધુનિક વિજ્ઞાનના જુદા જુદા આયામો જેવા કે જીવ વિજ્ઞાન, કાર્બન કેમીકલ, નેનૌ ટેકનોલોજી, પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રોમાં અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે.

આ દીક્ષાંત સમારોહમાં 73 પીએચડી, ર6 એમફીલ, 1ર1 અનુસ્તાનક અને ર4 સ્નાતક એમ કુલ ર44 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ર1 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવશે.ભારતની સંસદ દ્વારા ર009ના અધિનિયમથી સ્થાપિત ગુજરાત કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનનો પ્રસાર છે. દેશના સર્વાંગીણ વિકાસ માટે યુવાનોને શિક્ષિત-પ્રશિક્ષિત કરવા અને એના માટે વિશેષ પ્રકારના અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવશે.