મિતાલી દરજીના પિતાનું પરીક્ષાના ૩ દિવસ પૂર્વે મૃત્યુ થયું છતાં ૯૪.૯૫ પર્સેન્ટાઈલ મેળવ્યા

વડોદરાના કિશનવાડી ખોડીયારચોકમાં રહેતી મિતાલી દરજી દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે.ધોરણ-૧૦ની પરીક્ષામાં ૯૪.૯૫ પર્સેન્ટાઈલ સાથે પાસ થતા તે અને તેણીનો પરિવાર ખુબ ખુશ છે. પરંતુ, તેણીનું કહેવું છે કે, જો આજે મારા પપ્પા જીવતા હોત તો મારી ખુશી બમણી હોત. બોર્ડની પરીક્ષાના પ્રારંભના ત્રણ દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં મિતાલીના પિતાનું મૃત્યુ થયું હતું. પિતાના અવસાન બાદ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. તેણીને વાંચવાનું પણ મન થતું ન હતું. હાથમાં ચોપડી લઉં, પણ મન લાગતું ન હતું. મમ્મી સતત રડ્‌યા કરતી હતી. તેને જોઇને તે પણ આંસુ રોકી શકતી ન હતી. એક તબક્કે પરીક્ષા ન આપવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ, પિતાની મને ડોક્ટર બનાવવાની ઇચ્છા હોવાથી મન મક્કમ કરીને પરીક્ષા આપી હતી. જોકે, પિતાની ડોક્ટર બનાવવાની ઇચ્છા તો પૂરી કરી શકું તેમ નથી. વધુમાં મિતાલીએ જણાવ્યું કે, પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી મમ્મી વૈશાલીબહેન ઉપર આવી ગઇ છે. મારી માતા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલર તરીકે નોકરી કરે છે. અમે ૩ ભાઇ-બહેન છે. મારો અને મારા ભાઇ-બહેનનો ભણવાનો ખર્ચ કાઢવો વર્તમાન સ્થિતીમાં મુશ્કેલ છે. જોકે, મમ્મી અમને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે તૈયાર છે. પિતા જીવતા હોત તો મે ચોક્કસ ડોક્ટર બનવા માટે મહેનત કરી હોત. પરંતુ, હવે મારા માટે શક્ય નથી. હું એન્જિનિયરિંગમાં જવા માંગુ છું. 

કોઈપણ પાબંદી વગર રોજનાં ૬થી ૮ કલાક વાંચીને તિથિ પ્રણય શાહે ૯૯.૯૭ પર્સન્ટાઇલ મેળવ્યા 

દિવ્યભાસ્કરના તસ્વીરકાર પ્રણય શાહની દિકરી અને અટલાદરા સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી તિથિ શાહે ૯૯.૯૭ પર્સન્ટાઇલ રેન્ક સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી છે. તિથિના જણાવ્યા પ્રમાણે, તે પરીક્ષા અગાઉ અને પરીક્ષા દરમ્યાન દરરોજે ૬થી ૮ કલાક વાંચતી હતી. આ ઉપરાંત પૂરતી ઊંઘ અને સમયાંતરે માઈન્ડ ફ્રેશ કરવા માટે ટીવી જોવાનું પસંદ કરતી હતી. પરિવાર તરફથી તેણી માટે કોઈપણ 

પાબંધી રાખવામાં આવી ન હતી. જેના કારણે તે ખુલ્લા મને ભણવા ઉપર ધ્યાન આપી શકતી હતી. હવે આગળ જઈને તેણીને કોમર્સમાં એડમિશન લેવું છે અને આગળ જતા મેનેજમેન્ટનો કોર્સ કરવાની ઈચ્છા ધરાવે છે. 

ડોક્ટર બનીને દેશ સેવા કરીશ : ધ્રુવ રોહિત 

વાઘોડિયા રોડ વૈકુંઠ સોસા.માં રહેતા અને વાઘોડીયા રોડની શ્રી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધ્રુવ રોહિતે ધોરણ-૧૦ની પરીક્ષા ૯૯.૯૮ પર્સેન્ટાઈલ સાથે પાસ કરી છે. ધ્રુવના પિતા સંજયભાઇ ઘડિયાળી પોળમાં આવેલી એક પૂજાપાની દુકાનમાં નોકરી કરે છે. તેની માતા રીયાબહેન ઘરકામ કરે છે. ધ્રુવને ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઇચ્છા છે અને સમાજની સેવા કરવાની ઇચ્છા છે. ભવિષ્યમાં તે કોરોના જેવી મહામારીના સમયે લોકોના અને દેશના ઉપયોગમાં આવી શકે તે માટે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. 

આઠ કલાકની મહેનત રંગ લાવી : પુષ્ટી શાહ 

ઉર્મી સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાશ કરતી શાહ પુષ્ટી એ ૯૯.૮૯ પર્સનટાઇલ મેળવ્યા હતા, પુષ્ટીએ જણાવ્યુ હતુ કે દરરોજની ૭ થી ૮ કલાલની મહેનત સાથે આટલા માર્કસ મેળવવા સરળ છે.પુષ્ટીને આગણ વૈજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવામાં રુચી ધરાવે છે. 

વિષય આધારીત વાંચન કરવુ જાઇએ : સ્મીત શાહ 

અટલાદરાની ગુજરાત પબ્લીક સ્કુલમાં અભ્યાશ કરતા શાહ સ્મીતે ૯૯.૯૬ પર્સન્ટાઇલ મેળવ્યા છે સ્મીતનુ જણાવવુ છે કે વિદ્યાર્થી કેટલો સમય વાંચે છે એ મહત્તવનુ નથી પરંતુ, વિદ્યાર્થીએ હંમેશા વિષય આધારીત વાંચન કરવુ જાઇએ. સ્મીતને આગળ જઇને એન્જીન્યરીગંમાં અભ્યાશ કરવો છે તેથી તે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માંગે છે. 

કોમ્પયુટર ક્ષેત્રે કારકિર્દી બનાવીશ : હર્ષ પટેલ 

અટલાદરાની ગુજરાત પબ્લીક સ્કુલમાં અભ્યાશ કરતો પટેલ હર્ષે ૯૯.૮૮ પર્સનટાઇલ મેળવ્યા છે પટેલ હર્ષનુ કહેવુ છે કે જા દરેક વિદ્યાર્થી રોજની ૧૨થી ૧૪ કલાકની મહેનત કરે તો ધારે તેટલા માર્કસ મેળવી શકે છે હર્ષને કોમ્યુટર્સમાં રસ હોવાને કારણે તે આગળ કોમ્પયુટરમાં અભ્યાસ કરવા માંગે છે જેથી તે ધો૧૧-૧૨ વૈજ્ઞાન પ્રવાહમાં અભ્યાશ કરવા માંગે છે.