/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધો.9-11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે પ્રથમ કસોટી આપવી ફરજીયાત

અમદાવાદ-

કોરોનાની મહામારીનો કારણે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે તાજેતરમાં જ માસ પ્રમોશન અંગે પરિણામો ત્યાર કરવા અંગે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો હતો. ગઈકાલે બોર્ડ દ્વારા ફરીથી ધોરણ 9 અને 11 ના પરિણામ ને લઈ કેટલીક સપષ્ટા સાથેનો પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવ્યા મુજબ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ પ્રમોશન લેવું હશે તો પ્રથમ કસોટી આપવાની ફરજીયાત રહેશે. જો કે રાજ્યમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લેવાઈ ચુકી છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ પ્રથમ કસોટી આપી નથી તેમના પરિણામ પ્રથમ કસોટી લેવાયા બાદ જ ત્યાર થશે. જે કોઈ વિદ્યાર્થીઓ પ્રથમ કસોટી આપવા ત્યાર નહી થાય તો તેવા વિદ્યાર્થીઓના પરિણામમાં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશન લેવા ત્યાર નથી.

શિક્ષણ બોર્ડ દ્વારા ત્યાર કરવામાં આવેલી સપષ્ટા મુજબ ધોરણ 9 અને 11માં 50 ગુણની પ્રથમ કસોટી ના આપ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી તેમની ફરીથી પ્રથમ કસોટી લેવાની રહેશે અને ત્યારબાદ જ આવા વિદ્યાર્થીઓના પરીણામ જાહેર કરવાના રહેશે. આ ઊપરાંત સામાયિક કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની પૂન:સામાયિક કસોટી લીધા બાદ જ પરિણામ જાહેર કરવાનું નકકી કરવામાં આવ્યું છે.આ જ રીતે આંતરિક મૂલ્યાંકન માટે પણ નિયમો લાગુ પડશે. સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ન કરનાર તેમજ કોઈપણ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રથમ કસોટી ફરીથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી ન આપવા માંગતો હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં. આ જ રીતે કોઈ વિદ્યાર્થીએ પ્રથમ કસોટી આપી હોય પરંતુ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતો ન હોય તેમના પરિણામમા પણ માસ પ્રમોશનનો લાભ લેવા માંગતા નથી તેમ દર્શાવવાનું રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution