અમદાવાદ-

GTU દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અગાઉ જીટીયુએ કોરોના કાળમાં બે તબક્કાની પરીક્ષાનું આયોજન કર્યું હતું. ત્યારે હવે ફરીથી ત્રીજા તબક્કાની પરીક્ષાનું આયોજન આગામી 16 માર્ચથી કરવામાં આવ્યું છે. ટેક્નિકલ કોર્ષનાં પ્રથમ વર્ષના 70 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અલગ અલગ વિષયની 31 માર્ચ સુધી ચાલશે. 2 તબક્કાની સફળ પરીક્ષા બાદ GTUએ ત્રીજા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

નોંધનીય છે કે, અગાઉ કોરોના કાળમાં બે તબક્કાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિરોધ અને સમર્થન બંને સાથે પરીક્ષાઓ આપી હતી. ત્યારે ફરી કોરોનાએ રાજ્યના મુખ્ય શહેરોમાં ધીમા પગલે એન્ટ્રી મારી છે. ત્યારે આ પરીક્ષા વિદ્યાર્થી અને વાલીઓ માટે માથાના દુઃખાવા સમાન બની છે.