અમદાવાદ-

અમદાવાદના મણિનગરની તમિલ શાળામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી. પટેલે શાળા બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આ શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અન્ય શાળામાં મોકલવાના આદેશ કર્યા હતા. અમદાવાદમાં તમિલ શાળા બંધ કરાતા તમિલનાડુના મખ્યમંત્રીએ કે.પલનીસામીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

જેમાં તેમણે લખ્યું કે, તમિલ ભાષાકીય શાળા બંધ કરતા દુ:ખ થયું છે. ઓછી સંખ્યાના કારણ શાળા અચાનક બંધ કરાઇ છે. તમિલ લઘુમતીના ભાવિને સુરક્ષિત રાખવાની જરૂર છે. મુખ્યમંત્રી રૂપાણી આ મામલે દખલ આપી યોગ્ય આદેશ આપે. શાળા ચાલુ રાખવાનો તમામ ખર્ચ અમે ઉઠાવીશું. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી. પટેલે કરેલા હુકમમાં જણાવ્યું હતું કે, માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 તેમ જ સરકારના પ્રવર્તમાન ઠરાવો, પરિપત્રો અને નિયમોને ધ્યાને લઇને અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી તમિલ હાઇસ્કુલમાં ધોરણ 9થી 12 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 31 છે. જે નિયમ અનુસાર ઓછી છે. એકપણ વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા નિયમ અનુસાર જળવાતી ન હોવાથી આ તમામ વર્ગો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.