અમદાવાદ-

રાજય માં કોરોના ના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ કાબુ માં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે ,સરકાર દ્વારા મીની લોક્રડાઉન 36 શહેરોમાં લગાવી દેવામાં આવ્યું છે. જેમાં નિયમનો નો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે . જેમાં અમદાવાદમાં ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ચાંદલોડિયા વિસ્તારમાં ચાલતી ટ્યૂશન કલાસ ઝડપાયું. દેશ સહિત ગુજરાતમાં પણ કોવિડને કારણે ઓફ લાઇન શિક્ષણ કાર્ય અને પરીક્ષાઓ લગભગ બંધ છે. ત્યારે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કલાસિસ સંચાલક સામે પગલાં લેવાયા છે અને કલાસ સિલ કરી દેવાઇ છે. મ્યુનિસિપલની ટીમ અનાચક કલાસિસ નું શટર ઉપાડી અંદર પહોંચી જતા . હાજર શિક્ષક ચોંકી ગયો હતો. ટ્યૂશન કલાસના સંચાલકનું નામ કડિયા તેજસ હોવાનું જણાયું છે. તે રણછોડનગર ચાંદલોડિયા વિભાગ 1નો રહેવાસી છે. હાલ કોવિડ 19 ગાઈડલાઈનના ભંગ બદલ ઉ.પ.ઝોન, સો.વે.મેં, ચાંદલોડિયા વૉર્ડ દ્ધારા યુનિટ સિલ કરી દેવાયું છે.