વડોદરા-

એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા ગત મહિનથી જ ઓનલાઇન લેક્ચર્સ શરુ કરી દેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી યુનિવર્સીટી દ્વારા હજુ સુધી ઓનલાઇન સિલેબસ મુકવામાં આવ્યો નથી. જેને કારણે આજે એજીએસયુ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

એજીએસયુના રનિંગ એફઆર પંકજ જયસ્વાલ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતુંકે, એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસીસ શરુ થઇ ગયા છે. આ વાતને પણ ઘણાબધા દિવસો વીતી ગયા હોવા છતાં અત્યાર સુધી યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા તેનો સિલેબસ યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકાયો નથી. જેને લઈને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઉભી થઇ છે. વધુમાં અનામત કેટેગરીમાં આવતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાથી તેઓને હાયર પેમેન્ટ કોર્સમાં એડમિશન લેવાની ફરજ પડી છે. આ અંગે ત્વરિત ર્નિણય લઈને જાહેરાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.