ગાંધીનગર, આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટ બેઠકમાં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અન્ય ધોરણની શાળા શરૂ કરવા અને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ ૧ ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર ૯ થી ૧૨ ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે. 

રાજ્યમાં ૧૦ મહિના બાદ ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ થવાના છે. ચાલુ મહિને જ ધોરણ ૧૦ અને ૧૨ નું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ધોરણ ૯ અને ૧૧ તથા ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે ર્નિણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ વિશે કહ્યું કે, ચાલુ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી જ બાળકોની હાજરી જાેવા મળી છે. વાલીઓેએ પણ સંમતિ પત્રક મોટા પ્રમાણમાં આપ્યા છે. દિવસેને દિવસે વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક માં ર્નિણય લેવામાં આવ્યો છે ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ ના વર્ગો શરૂ કરશે. જેમાં શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની ર્જીંઁ અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

તો સાથે જ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા પણ ગુજરાત સરકારે પરવાનગી આપી છે. આ અંગે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાકાળથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે ૧ ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે. ક્લાસીસ સંચાલકોની રજૂઆત બાદ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી ર્નિણય લીધો છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, ૧ ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ ૯ થી ૧૨ના ટ્યુશન ક્લાસીસને મંજૂરી આપવામાં આવી છે. જાેકે, ટ્યુશન સંચાલકોએ તમામ ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી બની રહેશે.

સરકારના ર્નિણયને તબીબોએ આવકાર્યો

રાજ્યમાં ધોરણ ૯ થી ૧૧ના વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે. ત્યારે તબીબોએ સરકારના આ ર્નિણયને આવકાર્યો છે. વરિષ્ઠ તબીબ ડૉ. એમ એમ પ્રભાકરે જણાવ્યું કે ધોરણ ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો સરકારનો ર્નિણય યોગ્ય છે. ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થયા બાદ તે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. હવે માધ્યમિક સ્કૂલો શરૂ થવાનો સમય આવી ગયો છે. વાલીઓએ ડર્યા વગર તેમના બાળકોને સ્કૂલે મોકલવા જાેઇએ તેમ ડો. પ્રભાકરે જણાવ્યું છે.

પાંચ લાખ વિદ્યાર્થીઓની ફી માફી  કોંગ્રેસ દેખાવો કરશે

કોરોના વાયરસનું સંક્રમણ વધતાં સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું અને સ્કૂલોની ફી અંગે મોટો વિવાદ જાગ્યો હતો. કોરોનાના કેસ ઓછા થતાં રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે માંગ કરવામાં આવી છે. જાે સરકાર ફી માફી નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે એમબીબીએસ/ એમડી/ એમએસ સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમ અને ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયીક અભ્યાસક્રમો– ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે ર્નિણય કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ પક્ષે માંગ કરી છે. રાજ્યની ખાનગી મેડિકલ,ડેન્ટલ સહિતની કોલેજાેએ આ વર્ષની ફીમાં રૂ.૧૦ હજારથી ૮૩ હજાર સુધીનો વધારો ઝીંક્યો છે. વાલીઓને સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજાેના સંચાલકોએ ફિઝિકલ શૈક્ષણિક કાર્ય શરૂ ના થયું હોવા છતાં ફી માટે ફી માટે કડક ઉઘરાણી કરવાનું શરૂ કરી દીધું છે અને દબાણ કરીને વાલીઓને ફી ભરવા માટે મજબૂર કરી રહ્યાં છે. રાજ્યના તબીબી શિક્ષણ એમબીબીએસ/ એમડી/એમએસ/બીડીએસ/બીએએમએસ/બીએચએમએસ અને પેરામેડીકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા આપને અને રાજ્યપાલને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત – રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી.