અમદાવાદ-

ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ 1 જુલાઈએ ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. 15 જુલાઈ ગુરૂવારથી પરીક્ષાઓ લેવામાં આશે. મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બધાજ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસ પ્રમોશન અંગેની માંગ કરવામાં આવી હતી. જોકે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરીક્ષા અંગેનું સમય પત્રક આગામી ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.