મોરબી-

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પ્રીલીમીનરીની પરીક્ષાનુ આયોજન ગત રવિવારના રોજ કરવામાં આવ્યુ હતુ.જેમાં મોરબી જિલ્લામાં 10 જેટલા સેન્ટરમાં 2290 પરિક્ષાર્થીઓની ફાળવણી કરવામાં આવી હતી.જેમાંથી 1036 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં એસ.વી. પટેલ ક્ધયા વિદ્યાલય, ડી.જે. પટેલ ક્ધયા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, વી.સી. ટેક હાઇસ્કુલ, નીલકંઠ વિદ્યાલય, નીર્મલ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ, સેન્ટ મેરી'સ સ્કુલ, દોશી એમ.એસ. એન્ડ ડાભી એન.આર.હાઇસ્કુલ સહિત કુલ 10 સેન્ટરોની ફાળવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ઉપરોક્ત 10 કેન્દ્રોમા 96 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ 2290 વિદ્યાર્થીઓ પૈકી 1036 હાજર રહ્યા હતા અને 1254 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.