લખનૌ-

ઉત્તરપ્રદેશ સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૩૦ નવી મેડીકલ કોલેજોને મંજુરી આપી છે. મુખ્યમંત્રી યોગી આદિતયનાથે એક કાર્યક્રમમાં જણાવેલ કે એસજીપીજીઆઇ અને પાવર ગ્રીડ કોર્પોરેશન વચ્ચે ટેલીમેડીસીન અંગે કરાર થયા છે. ઉપરાંત દરેક જિલ્લામાં લાઇફ સપોર્ટ એબ્યુલન્સ ઉપલબ્ધ કરાવાઇ છે. રાયબરેલી અને ગોરખપુરમાં એમ્સ શરૂ કરાશે. ર૦૧૭ સુધી યુપીમાં ૧ર મેડીકલ કોલેજ હતી. ત્યારબાદથી ૩૦ નવી કોલેજોનું કામ ચાલી રહ્યું છે. રાજયના ૭પ જીલ્લામાં મેડીકલ કોલેજની સ્થાપવાનું કાર્ય ચાલી રહ્યું છે.