ગાંધીનગર- 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં દિવાળી બાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. દિવાળી બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળા શરુ કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવશે. જેને કારણે રાજ્યના લાખો વાલીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.

ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. 

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘની બેઠકમાં શાળાઓ ખોલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને શાળા શરૂ કરવા બાબતે હાલ કોઇ વિચારણા નથી. દિવાળી પહેલા રાજ્યમાં શાળાઓ શરૂ થશે નહીં. આ બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે, કોરોનાની મહામારી વચ્ચે બાળકોનો અભ્યાસક્રમ ઘટાડવા બાબતે બીજી મીટિંગ બોલાવવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં દિવાળી બાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. દિવાળી બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળા શરુ કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવશે.